વિરહ વિયોગ હરણી એ ❋દતી,
સંધી એ વેગ મિલાવે;
યાકી અનેક અવંચકતાથી,
આણાભિમુખ, કહાવે હો....પાર્શ્વજિન૦ ૪
અક્ષર એક અનંત અંશ જિહાં,
લેપ રહિત મુખ ભાખો;
તાસ ક્ષયોપશમ ભાવ વધ્યાથી;
શુદ્ધ વચન રસ ચાખો હો....પાર્શ્વજિન૦ ૫
ચાખ્યાથી મન તૃપ્ત થયું નવિ,
શા માટે લોભાવો;
કર કરુણા કરુણારસ-સાગર,
પેટ ભરીને પાવો હો.....પાર્શ્વજિન૦ ૬
એ લવલેશ લહ્યાથી સાહિબ,
અશુભ યુગલ ગતિ વારી;
ચિદાનંદ વામાસુત કેરી,
વાણીની બલિહારી હો....પાર્શ્વજિન૦ ૭
❑
શ્રી અજિતનાથ જિન – સ્તવન
(અજિત જિણંદશું પ્રીતડી — એ દેશી)
અજિત અજિત જિન ધ્યાઈએ,
ધરી હિરદે હો ભવિ નિર્મળ ધ્યાન.......કે
❋ વાણી
સ્તવન મંજરી ][ ૧૩૫