Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 136 of 438
PDF/HTML Page 154 of 456

 

background image
હૃદય સરિતા મેં રહ્યો,
સુરભિ સમ હો લહી તાસ વિજ્ઞાન..કે...અ૦ ૧
કીટ ધ્યાન ભૃંગી તણો,
નિત ધરતા હો તે ભૃંગી નિદાન.....કે
લે કલધૌત સ્વરૂપતા,
લોહ ફરસત હો પારસ પાખાન....કે....અ૦ ૨
+પીચુમંદાદિક સહી,
હોય ચંદન હો મલયાચળ સંગ.....કે
સૈંધવ ક્યારીમેં પડ્યા,
જિમ પલટે હો વસ્તુનો રંગ.....કે.....અ૦ ૩
ધ્યેયરૂપની એકતા,
કરે ધ્યાતા હો ધરે ધ્યાન સુજાન....કે...
કરે કતક મળભિન્નતા,
જિમ નાસે હો તમ ઉગતે ભાન.....કે.....અ૦ ૪
પુષ્ટાલંબન યોગથી,
નિરાલંબતા હો સુખ સાધન જેહ.....કે....
ચિદાનંદ અવિચળ કળા,
ક્ષણમાંહે હો ભવિ પાવે તેહ.....કે....અ૦ ૫
સોનું. + લીંબડો વગેરે.
૧૩૬ ][ શ્રી જિનેન્દ્ર