શ્રી નેમિનાથ જિન – સ્તવન
(અજિત જિણંદશું પ્રીતડી — એ રાગ)
પરમાતમ પૂરણ કળા,
પૂરણ ગુણ હો પૂરણ જન-આશ.....કે
પૂરણ દ્રષ્ટિ નિહાળીએ;
ચિત્ત ધરીએ હો અમચી અરદાસ...કે....પ૦ (૧)
સર્વદેશઘાતિ સહુ,
અઘાતિ હો કરી ઘાત દયાળ.....કે
વાસ કીયો શિવમંદિરે,
મોહે વિસરી હો ભમતો જગજાળ...કે...પ૦ (૨)
જગતારક પદવી લહી,
તાર્યા સહી હો અપરાધી અપાર.....કે
તાતેં કહો મોહે તારતાં,
કિમ કીની હો ઇણ અવસર વાર.....કે....પ૦ (૩)
મોહ મહામદ છાકથી,
હું છકિયો હે આવ્યો તુમ પાસ.....કે
ઉચિત સહી ઇણે અવસરે,
સેવકની હો કરવી સંભાળ....કે....પ૦ (૪)
મોહ ગયાં જો તારશો,
તિણવેળા હો કહા તુમ ઉપકાર........કે
સ્તવન મંજરી ][ ૧૩૭