સુખવેળા સજ્જન ઘણા,
દુઃખવેળા હો વિરલા સંસાર.....કે......પ૦ (૫)
પણ તુમ દરિસન જોગથી,
થયો હૃદયે હો અનુભવ પરકાશ....કે
અનુભવ અભ્યાસી કરે,
દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ.....કે.....પ૦ (૬)
કર્મ કલંક નિવારીને,
નિજરૂપે હો રમે રમતા રામ....કે
લહત અપૂરવ ભાવથી,
ઇણ રીતે હો તુમ પદ વિશ્રામ.....કે......પ૦ (૭)
ત્રિકરણ જોગે વિનવું,
સુખદાયી હો શિવાદેવીનંદ......કે
ચિદાનંદ મનમેં સદા,
તુમ આવો હો પ્રભુ નાણદિણંદ....કે.....પ૦ (૮)
✾
શ્રી સીમંધર જિન – સ્તવન
(લલના રાગ)
જગતગુરુ જિન માહરો, જગદીપક જિનરાય લાલરે;
શાંતિ સુધારસ ધ્યાનમાં, આતમ અનુભવ આય લાલરે.
જગત૦ ૧
૧૩૮ ][ શ્રી જિનેન્દ્ર