Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 139 of 438
PDF/HTML Page 157 of 456

 

background image
ચિત્ત પ્રસન્નતા દ્રઢ થઈ, ક્રીડતિ ખેલા ખેલ લાલરે;
તે ટ્ટગ ટ્ટગતે જ્ઞાનથી, વધતી વેલ કલોલ લાલરે.
જગત૦
જ્ઞાન-દર્શન-ચારિત્ર ભલા, દ્રવ્ય તે એકાએક લાલરે;
ષટ દ્રવ્ય દ્રવ્યપણે રહ્યાં, દેખત શોભા દેખ લાલરે;
જગત૦
તે તુજ દરિસણ જાણિયે, આણિયે ચિત્ત આણંદ લાલરે;
વિકસિત વદન કમળ મુદા, જિમ સુરતરુ સુખકંદ લાલરે.
જગત૦
ઇમ ગુણ જિનજી તાહરા, માહરા ચિત્તમાં આય લાલરે;
સીમંધર જિન ધ્યાનથી, આતમ આનંદપદ પાય લાલરે.
જગત૦
શ્રી સીમંધર જિનસ્તવન
(લાલનારાગ)
ત્રિભુવન નાયક લાયકો, સીમંધર જિનરાયો રે;
બલિહારી તુજ નામની, જિણે મારગ શુદ્ધ બતાયો રે,
તે તો આતમને મન ભાયો રે. બ૦ ૧
નિવૃત્તિ નયરીએ છાજતા, રાજતા અક્ષયરાજે રે;
અતિશય નિરમળ વરરુચિ; મારા પરમેશ્વરને દિવાજે રે. બ૦ ૨
સ્તવન મંજરી ][ ૧૩૯