Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 438
PDF/HTML Page 158 of 456

 

background image
સ્વ-પર-પ્રકાશક દિનમણિ, શુદ્ધ સ્વરૂપી અપ્રયાસી રે;
સકળ દાનાદિક ગુણ તણી, વ્યક્તતા શક્તિ અનાસી રે. બ૦ ૩
સહજ આનંદ વીતરાગતા, પ્રદેશ પ્રદેશે અનૂપ રે;
સાદિ અનંત ભાંગે કરી, પૂર્ણ નયે તસ ભૂપ રે. બ૦ ૪
અવિસંવાદિ નિમિત્તપણેં, સવિ તુજ શક્તિ માહરે રે;
સત્ય હેતુ બહુ આદરે, હોય ભવ ભેદ પ્રસારે રે. બ૦ ૫
ભવવાસી જે આતમા, તે પ્રભુ પ્રભુતા અવલંબે રે;
ભેદ છેદ કરી જિન હોયે, પણ ન હોયે તે વિલંબે રે. બ૦ ૬
પરમ શિવંકર ગોપને, જે નર ચિત્તમાં ધ્યાવે રે;
દિવ્ય બહુ સુખ શાશ્વતા, આતમલક્ષ્મી પાવે રે. બ૦ ૭
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
સીમંધર જિન ચંદ્રમારે, ઉદયો સહજ સનૂર;
પાપ તાપ દૂરે મીટ્યોરે, પ્રગટ્યો આનંદપૂર,
ભવિકજન પ્રણમો એ જિનચંદ; દરિશણ પરમાનંદ. ભ૦
ચતુર ચકોરા હરખિયારે, પસર્યો પુણ્યપ્રકાશ;
જ્ઞાનજલનિધિયે ઉલ્લસ્યો રે, ઉપશમ-લહરી-વિલાસ. ભ૦
ચારિત્ર-ચંદ્રિકા ચિહું દિશે રે, પ્રસરી નિરમલ નૂર;
કરમ-ભરમ-રાહુ ગયો રે, નાસી જેહથી દૂર. ભ૦
૧૪૦ ][ શ્રી જિનેન્દ્ર