સમકિત-કૈરવ-કાનને રે, પ્રગટ્યો પરમ વિકાસ;
મિથ્યામતિ-કમલાકરે રે, પામ્યો મુંદ્રાવાસ. ભ૦ ૪
કરુણા ને માધ્યસ્થતા રે, મુદિતા મૈત્રી ચંગ;
ચાર દિશે જસ ઉદયથી રે, વાધ્યો અતિ ઉછરંગ. ભ૦ ૫
શુદ્ધ ક્રિયા સવિ ઔષધિ રે, પામી રુચિપીયૂષ;
મુગતી ફલ સફળી ફળે રે, સરગ કુસુમ સજૂષ. ભ૦ ૬
અકલંકી ઉદયી જપો રે, અનુપમ એ જિનચંદ;
ઉંચ ભાવે પ્રભુ પ્રણમતાં રે, નિત નિત પરમાનંદ. ભ૦ ૭
❀
શ્રી શાંતિ જિન – સ્તવન
શાંતિ જિણેસર કેસર, અર્ચિત જગધણી રે....અર્ચિત૦
સેવા કીજે સાહિબ, નિત નિત તુમ તણી રે... નિત૦
તુજ વિણ દૂજો દેવ, ન કોઈ દયાલુઓ રે.....ન કોઈ૦
મન-મોહન ભવિ-બોધન, તૂંહી મયાલુઓ રે.... તૂંહી૦ ૧
દુરિત અપાસન શાસન, તૂં જગ પાવનો રે....તૂં જગ૦
સુકૃતઉલ્લાસન, કર્મનિકાસન ભાવનો રે.....નિકાસન૦
સિંહાસન પદ્માસન, બેઠો જે ઠવેરે....બેઠો૦
જગ-ભાસન પર-શાસન, વાસન ખેપવેરે૧.....વાસન૦ ૨
વાણી ગંગ તરંગ, સુરંગ તે ઉચ્છલેરે....સુરંગ૦
નય – ગમ – ભંગ – પ્રમાણ, પ્રવાહ ઘણા ભલેરે પ્રવાહ૦
૧.પેખવેરે.
સ્તવન મંજરી ][ ૧૪૧