નિશ્ચય નય વ્યવહાર, તિહાં ભમરી ભમેરે....તિહાં૦
બુદ્ધિ નાવ જસ ચાલે, તેહને સહુ નમેરે.....તેહને૦ ૩
નિશ્ચય ને વ્યવહાર, તણી ચર્ચા ઘણીરે....તણી૦
જાણે નવ જન તાણે, દિલરુચિ આપણીરે....દિલ૦
સ્યાદ્વાદ ઘર માંહિ, ઘડ્યા દોય ઘોડલારે.....ઘડ્યા૦
દેખે પક્ષ ઉવેખે, તે જગ થોડલારે......તે જગ૦ ૪
માંહો માંહિ તે બિહું જેમ, નય ચરચા કરેરે...નય૦
ભરત ક્ષેત્રના ભાવિક, શ્રાવક મન ધરેરે......શ્રાવક૦
તિમ હું કાંઈક ઢાલ, રસાલ દાખવુંરે......રસાલ૦
પણ તુજ વચન પ્રમાણ, તિહાં મુજ ભાખવુંરે....તિહાં૦ ૫
❑
શ્રી સીમંધર જિન – સ્તવન
(ગિરુઆરે ગુણ તુમ તણા – એ દેશી)
ભાવ ધરીને આવિયા, તુજ સમવસરણ જબ દીઠું રે;
બે નયનો ઝઘડો ટળ્યો, તુજ દર્શન લાગ્યું મીઠું રે;
બલિહારી પ્રભુ તુમ તણી. ૧
સ્યાદ્વાદ આગળ કરી, તુમે બિહુંને મેળ કરાવ્યો રે;
અંતરંગ રંગે મળ્યા, દુર્જનનો દાવ ન ફાવ્યો રે...
બલિ૦ ૨
પરઘર ભંજક ખલ ઘણા, તે ચિત્ત માંહિ ખાંચા ઘાલે રે;
પણ તુમ સરિખા પ્રભુ જેહને, તેહશ્યું તેણે કાંઈ ન ચાલે રે..
બલિ૦ ૩
૧૪૨ ][ શ્રી જિનેન્દ્ર