કર કરુણા જગનાથ, કહું હું કેટલું હો લાલ, કહું૦
ભવભવનો ભય ટાળ, માગું છું એટલું હો લાલ. મા૦ ૧
દેતાં દાન દયાલ કે, કોસર નહીં કિસી હો લાલ; કો૦
જેહવું મુજ શુદ્ધ સ્વરૂપ, તે આપો ઉલ્લસી હો લાલ; તે૦
બેસી પરષદા માંહિ, દેખાડી ગુણ-તટી હો લાલ, દે૦
લેહવા તેહ જ રૂપ, થઈ મન ચટપટી હો લાલ. થ૦ ૨
જાણ્યા વિણ ગયો કાલ, અનંતો ભવભમી હો લાલ. અ૦
સુણી નિરંજન દેવ, ન જાયે એક ઘડી હો લાલ; ન૦
ઉતાવળ મનમાંહે, થાયે છે અતિ ઘણી હો લાલ, થા૦
પણ નવિ ચાલે જોર, વડાશ્યું આવી બની હો લાલ. વ૦ ૩
કહ્યું તુમે હિત આણી, અમે નવિ જાણતા હો લાલ, અ૦
તો આપો જગબંધુ, રખે તુમ તાણતા હો લાલ; ર૦
જાણું છું મુનિનાથ, ઉપાદાન અમ તણો હો લાલ, ઉ૦
સમરે સીઝે કાજ કે, નિમિત્ત તે તુઝ તણો હો લાલ. નિ૦
ધ્યાતાં નમતાં તુજને, આતમ અમ તણો હો લાલ, આ૦
કર્મ રહિત જે થાય, પસાય તે તમ તણો હો લાલ; પ૦
ભક્તભાવે પ્રભુ પાય, સેવો મનસા કરી હો લાલ, સે૦
પામ્યો પરમાણંદ કે, શિવ લક્ષ્મી વરી હો લાલ. કે૦ ૫
✾
શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વર – સ્તવન
(દીઠો સુવિધી જિણંદ સમાધિ રસ ભર્યો – એ દેશી)
શ્રી શ્રેયાંસજિણંદ ઘના-ઘન ગહગહ્યો રે; ઘના૦
વૃક્ષ અશોકની છાંય સભર છાહી રહ્યો રે; સભર૦
૧૪૪ ][ શ્રી જિનેન્દ્ર