ભામંડળની ઝલક, ઝબુકે વીજળી રે, ઝબુકે૦
ઉન્નત આઠ ભૂમિ ઇન્દ્ર ધનુષ શોભા મિલી રે. ધનુ૦ ૧
દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણું રે, ગં૦
ભાવિક જીવનાં નાટક, મોર ક્રીડા ભણું રે; મોર૦
ચામર કેરી હાર, ચલંતી બગતતી રે, ચ૦
દેશના વચન સુધારસ, વરસે જિનપતિ રે. વ૦ ૨
સમકીતિ ચાતકવૃંદ, તૃપ્તિ પામે તિહાં રે, તૃ૦
સકળ કષાય દાવાનળ, શાંત હોયે જિહાં રે; શા૦
જિનચિત્તવૃત્તિ સુભૂમિ, ત્રેહાળી થઈ રહી રે, ત્રે૦
તેણે રોમાંચ અંકુર, વતી કાયા લહી રે. વતી૦ ૩
શ્રમણકૃષીવલ સજ્જ, હોયે તવ ઉજ્જમી રે, હો૦
ગુણવંત જન મન-ક્ષેત્ર, સમારે સંયમી રે; સમા૦
કરતા બીજાધાન, સુધાન નિપાવતા રે, સુધા૦
જેણે જગના લોક, રહે સહુ જીવતા રે. રહે૦ ૪
ગણધરગિરિતટ સંગી, થઈ સૂત્ર ગૂંથના રે, થઈ૦
એહ નદી પ્રવાહે, હોયે સહુ પાવના રે; હોયે૦
એહિ જ મોટો આધાર, વિષમ કાળે લહ્યો રે, વિ૦
શ્રી જિનચરણનો દાસ, કહે મેં સદ્હ્યો રે. ક૦ ૫
❋
સ્તવન મંજરી ][ ૧૪૫
10