શ્રી અજિત જિન – સ્તવન
(મ્હારો મુજરો લોને રાજ, સાહેબ શાંતિ સલૂણા — એ દેશી)
અજિત જિણેસર ચરણની સેવા, હેવા એ હું હળિયો;
કહિયે અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળિયો,
પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારો. ૧
મુકાવ્યો પણ હું નહિ મૂકું, ચૂકું એ નવિ ટાણો;
ભક્તિ-ભાવ ઊઠ્યો જે અંતર, તે કિમ રહે શરમાણો.....
પ્રભુજી૦ ૨
લોચન શાંત સુધારસ સુભગા, મુખ ઉપશાંત પ્રસન્ન;
યોગ મુદ્રા આતમરામી, અતિશયનો અતિ ઘન્ન.....
પ્રભુજી૦ ૩
પિંડ પદસ્થ રૂપસ્થે લીનો, ચરણ-કમળ તુજ ગ્રહીયાં;
ભ્રમર પરે રસ સ્વાદ ચખાવો, વિરસો કાં કરો મહીયાં...
પ્રભુજી૦ ૪
બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો;
યૌવન કાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો....
પ્રભુજી૦ ૫
તું અનુભવ-રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો;
ચિત્ત વિત્ત ને પાત્ર સંબંધે અજર રહ્યો હવે કેહનો....
પ્રભુજી૦ ૬
૧૪૬ ][ શ્રી જિનેન્દ્ર