પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો;
ભક્તિથી સેવક એમ ભાવે, હુઓ મુજ મન કામો....
પ્રભુ૦ ૭
❑
શ્રી જિનેશ્વર – સ્તવન
(દેવ તુજ સિદ્ધાંત દીઠે — એ દેશી)
સકલ સમતા સરલતાનો, તુંહી અનોપમ કંદ રે,
તુંહી કૃપારસ કનકકુંભો, તુંહી જિણંદ મુણિંદ રે....
પ્રભુ તુંહી, તુંહી, તુંહી, તુંહી, તુંહી ધરતાં ધ્યાન રે;
તુજ સ્વરૂપી જે થયા તેણે, લહ્યું તાહરું તાન રે....પ્રભુ૦ ૧
તુંહી અલગો ભવ થકી, પણ ભવિક તાહરે નામ રે;
પાર ભવનો તેહ પામે, એહ અચરીજ ઠામ રે......પ્રભુ૦ ૨
જન્મ પાવન આજ માહરો, નીરખીયો તુજ નૂર રે;
ભવોભવ અનુમોદનાજી, હુઆ આપ હજૂર રે....પ્રભુ૦ ૩
એહ માહરે અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે;
તાહરા ગુણ છે અનંતા, કિમ કરું તાસ નિવેશ રે....પ્રભુ૦ ૪
એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતતાનો વાસ રે;
એમ કહી તુજ સહજ મિલત, હુવે જ્ઞાનપ્રકાશ રે....પ્રભુ૦ ૫
ધ્યાન ધ્યાતા ધ્યેય એક-ભાવ હોયે એમ રે;
એમ કરતાં સેવ્યસેવક ભાવ હોયે ક્ષેમ રે...પ્રભુ૦ ૬
સ્તવન મંજરી ][ ૧૪૭