શ્રી વિમલનાથ જિન – સ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડી – રાગ)
વિમલ વિમલ ગુણ તાહરા, કહવાયે હો કિમ એકણ જીહ કે
જગજંતુ સન્નિપણે, તસુ જીવિત હોં અસંખ્યાતા દિહ....
વિમલ વિ૦ ૧
સાયર શ્યાહી સંભવે, સવિ વસુધા હો કાગદ ઉપમાન કે
તરુ ગણ લેખણ કીજિયે, ન લિખાયે હો તુજ ભાસન માન...
વિમલ વિ૦ ૨
લિખન કથન અભિલાપ્ય છે, અનંતગુણ હો નભિલાપ્ય પયથ્થ કે
કેવલનાણ અનંતગુણો કહેવાને હો કુણ હોય સમર્થ...
વિમલ વિ૦ ૩
રૂપી અરૂપી દ્રવ્યના, ત્રિહું કાળના હો પજ્જવ સમુદાય કે
પરણામિકતાએ પરિણમે, તુમ ગ્યાનમાં હો સમકાળ સમાય...
વિમલ વિ૦ ૪
કેવળદંસણ તિમ વળી, ગુણ બીજો હો ગ્રાહક સામાન્ય કે
કરતાં એકપણા થકી, ઉપયોગે હો એક સમયમાં માન્ય...
વિમલ વિ૦ ૫
સુરગુણસુખ પિંડિત કરી, કોઈ વર્ગિત હો કરે વાર અનંત કે
તુમ ગુણ અવ્યાબાધને, અનંતમેં હો નવિ ભાગ આવંત....
વિમલ વિ૦ ૬
૧૫૦ ][ શ્રી જિનેન્દ્ર