દ્રવ્ય સાધર્મે માહરી, સહુ સત્તા હો ભાસન પરતીત કે
ફટક સંયોગે સામળો, નિજ રૂપે હો ઉજ્જ્વળ સુપવિત્ત.....
વિમલ વિ૦ ૭
શાંત ભાવે જિન સેવના, નિત કીજે હો જિમ પ્રગટે તેહ કે
સહજાનંદી ચેતના, ગુણી ગુણમાં હો રમે સાદિ અછેહ.
વિમલ વિ૦ ૮
✤ ✤ ✤
શ્રી નેમિનાથ – સ્તવન
(કડખાની – દેશી)
સકળ ગુણગણ નેમજિણંદ તુમ્હ દરિશને,
આતમારામ સુખ સહજ પાવે;
સબળ સંવેગી નિર્વેદી અનુકંપતો,
શુદ્ધ શરધાન શ્રેણી મચાવે. ૧
ચરણ-ગયવર ચઢે મોહરિપુસેં લડે,
ગ્યાન-પરધાન સબ રાહ બતાવે;
ધૈર્ય વર વીર્ય રણથંભ રોપિ પ્રબળ,
પરમ વૈરાગ્ય સન્નાહ૧ બનાવે. સ૦ ૨
આણ અરિહંતની ઢાલ આગળ ધરે,
ધ્યાન એક તાન સમસેર લાવે;
હાસ્ય રતિ અરતિ ભય શોગ દુગંછ ખટ,
ઝપટ દે મદન અરિ દૂર હટાવે. સ૦ ૩
૧. બખતર.
સ્તવન મંજરી ][ ૧૫૧