મન વચન કાય નિરમાય બંદુક ભરી,
સુમતિ ઔર ગુપતિ ગોલી ચલાવે;
મારી મોહમલ્લ સુત રાગ ઔર રોષકું,
જગતમાં જીત-વાજાં બજાવે. સ૦ ૪
મોહને ક્ષય કરે વિજયલક્ષ્મી વરે,
અજર અચળ અમર નયરે સિધાવે;
શ્રી નેમનાથ પ્રભુ ચરણકજ સેવતા,
નિત્ય આણંદ જિન સેવક પાવે. સ૦ ૫
✾
શ્રી શાંતિનાથ જિન – સ્તવન
(દીઠાં લોયણ આજ — રાગ)
શાંતિનાથ સોહામણો રે, સોળમો એ જિનરાય;
શાંતિ કરો ભવચક્રની રે, ચક્રધર કહેવાય.....
મુનીસર તું જગજીવન સાર. ૧
ભવોદધિ મથતાં મેં લહ્યો રે; અમૂલખ રત્ન ઉદાર;
લક્ષ્મી પામી સાયર મથી રે, જિમ હર્ષ મુરાર....
મુનીસર૦ ૨
રજની અટતાં થકાં રે, પૂર્ણ માસે પૂર્ણચંદ;
તિમ મેં સાહિબ પામિયો રે, ભવમાં નયણાનંદ....
મુનીસર૦ ૩
૧૫૨ ][ શ્રી જિનેન્દ્ર