ભોજન કરતાં અનુદિને રે, બટુ લહે ઘૃતપૂર;
તિમ મુજને તુંહિ મિલ્યો રે, આતમ રૂપ સનૂર.....
મુનીસર૦ ૪
યોગીસર જોતાં થકાં રે, સમરે યોગ સુજાણ;
તુજ આતમ યોગ દર્શને રે, પ્રગટે સિદ્ધ સ્વરૂપ....
મુનીસર૦ ૫
અચિરાનંદન તું જ્યો રે, જય જય તું જગનાથ;
આતમ લક્ષ્મી મુજ ઘણી રે, જો તું ચઢીયો હાથ....
મુનીસર૦ ૬
❑
શ્રી પદ્મપ્રભ જિન – સ્તવન
(દીઠાં લોયણ આજ – રાગ)
અંતરજામી પ્રભુ માહરા રે, પદમપ્રભુ વીતરાગ;
નયણ ઠરે મુખ પેખતાં રે, મેં ધર્યો તુજથી રાગ.....
વ્હાલા મારા પદમપ્રભુ જિનરાજ. ૧
ગુણસત્તાધર ઓળખે રે, તે ગુણગણનો જાણ;
અવગુણ છાંડીને ગુણ સ્તવે રે, તે જસ જગત પ્રમાણ..
વ્હાલા૦ ૨
ગુણ થકી રંગ ઊપનો રે, જિમ ચાતક મન મેહ;
તેલ બિંદુ જિમ વિસ્તરે રે, તિમ તિમ તુજશું નેહ...
વ્હાલા૦ ૩
સ્તવન મંજરી ][ ૧૫૩