સુર નર ઇંદ્ર મુનિવરા રે, અહનિશ ધરે તુજ ધ્યાન;
સાધક વધતા પુરુષાર્થથી રે, ગાવે જિનગુણગાન.....
વ્હાલા૦ ૪
ચરણકમલની ચાકરી રે, અવિહડ ધરું રે નેહ;
પદમપ્રભુ જિન સાહિબા રે, વિવેકથી વધતી રેહ....
વ્હાલા૦ ૫
❋ ❋ ❋
શ્રી સીમંધર જિન – સ્તવન
(દીઠાં લોયણ આજ – રાગ)
સીમંધર જિણંદ શુભ ધ્યાનથીજી, સદ્હણા શુચિ ભોગ;
તેહથી નાણ ચરણ ગુણાજી, વિકસેં થિર ત્રિક જોગ......
ગુણવંતા સુમન જન, ધ્યાવો જિન જગદીશ. ૧
ભમતાં ભવકંતારમાંજી, ગિરી શિરોપલ પરં જીય
અનાભોગે લહુકમ્મ કરીજી, ભેદે ગ્રંથિ ભવબીજ....
ગુણ૦ ૨
ક્ષિણ ક્ષિણ શુદ્ધ થતો થકોજી, અંતર કરણ પઈઠ,
કર્મ સુભટ અરિ જીતીનેજી, વિઘટેરે મિથ્યા અનીઠ....
ગુણ૦ ૩
જ્ઞાનાદિક સમકિત લહીજી, તુજ સુપસાયરે નાથ,
તવ સ્તવના વિષે જોગ્યતાજી, હોયે તે જીવ સનાથ......
ગુણ૦ ૪
૧૫૪ ][ શ્રી જિનેન્દ્ર