વેગળો મત હુજે દેવ! મુઝ મન થકી,
કમલના વન થકી જિમ પરાગો;
ચમકપાષાણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને સહેજ તુઝ ભક્તિરાગો. આજ૦ ૨
તું વસે જો પ્રભો! હર્ષભર હીયડલે;
તો સકલ પાપના બન્ધ તૂટે;
ઊગતે ગગન સૂરય તણે મણ્ડલે,
દહ દિશિ જિમ તિમિરપડલ ફૂટે. આજ૦ ૩
સીંચજે તૂં સદા વિપુલકરુણારસે,
મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી;
નાણદંસણકુસુમ ચરણવરમંજરી,
મુક્તિફલ આપશે તે અકેલી. આજ૦ ૪
લોકસન્ના થકી લોક બહુ વાઉલો,
રાઉલો દાસ તે સવિ ઉવેખે;
એક તુઝ આણસું જેહ રાતા રહે,
તેહને એહ નિજ મિત્ર દેખે. આજ૦ ૫
આણ જિનભાણ! તુઝ એક હું શિર ધરું,
અવરની વાણી નવિ કાને સુણિએ;
સર્વદર્શન તણું મૂલ તુજ શાસનં,
તેણે તે એક સુવિવેક થુણિએ. આજ૦ ૬
સ્તવન મંજરી ][ ૧૫૭