તુઝ વચનરાગ સુખસાગરે હું ગણું,
સકલસુરમનુજસુખ એક બિંદુ;
સાર કરજો સદા દેવ! સેવક તણી,
તૂં સુમતિકમલિનીવનદિણિંદુ. આજ૦ ૭
જ્ઞાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજિયે,
ગાજિયે એક તુઝ વચનરાગે;
શક્તિ ઉલ્લાસ અધિકો હુસે તુઝ થકી,
તૂ સદા સકલસુખહેત જાગે. આજ૦ ૮
❀
પૂર્ણાનંદઘન પ્રભુ
(રાગ – ધન્યાશ્રી)
પ્રભુ મેરે! તૂં સબ વાતે પૂરા.....પ્રભુ મેરે.....
પરકી આશ કહા કરે પ્રીતમ! એ કિણ વાતે અધૂરા..
પ્રભુ૦ ૧
પરવશ વસત લહત પરતક્ષ દુઃખ, સબહી બાસે સનૂરા;
નિજ ઘર આપ સંભાર સંપદા, મત મન હોય સનૂરા....
પ્રભુ૦ ૨
પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદવેલી અંકૂરા;
નિજ અનુભવ રસ લાગે મીઠા, જ્યું ઘેવરમેં છૂરા.....
પ્રભુ૦ ૩
૧૫૮ ][ શ્રી જિનેન્દ્ર