શ્રી નેમિનાથ જિન – સ્તવન
(તારી અજબ શી જોગની મુદ્રા – રાગ)
શ્રી નેમિનાથ જિણંદ વખાણું, સિદ્ધ સ્વરૂપી જાણું;
આતમ ઠાણું આત્મ પ્રમાણું, આતમપદ પહિચાણું;
પ્રભુ મારા આતમ શોધી રે, પ્રભુ મારા જોગ નિરોધી રે. ૧
આતમ કર્તા આતમ કરણી, તૂં આતમપદ ધરણી;
આતમ કર્તા આતમ હરણી, તૂં શિવ સાધન વરણી...પ્ર૦ ૨
તૂંહી શંકર તૂંહી જગદીશ્વર, તૂંહી આતમરામી;
તૂં નિષ્કામી તૂં ગુણધામી, તૂંહી પરમપદ પામી......પ્ર૦ ૩
પરમપુરુષ પરમેશ્વર તૂંહી, પરમાતમ પરમાણુ;
તું પરમારથ પરમ પદારથ પરમદેવ પરધાન...પ્ર૦ ૪
નિશ્ચય નેમિ નિરંજન પરખી, નિરંજનતા ગહીયે;
નિર-અંજન નિરંજન પરસી, નિરંજન પદ લહીયે......પ્ર૦ ૫
એહવા નેમિ નિરંજન દેવા, સુખકારણ નિતમેવા;
શ્રી જિનરાજ પ્રભુની સેવા, શિવપદ દાનસું હેવા.....પ્ર૦ ૬
❖
શ્રી પાર્શ્વનાથ જિન – સ્તવન
(સ્વામી સુજાત સુહાયા – રાગ)
વામાનંદન પાસજિણંદા, મુજ મનકમળ દિણંદા રે...
શમ સુરતરુ કંદા. ૧
સ્તવન મંજરી ][ ૧૬૧
11