કર્મબંધ રાગાદિક વારી, શક્તિ શુદ્ધ સમારીરે;
ઝીલો સમતાગંગાજલમેં, પામી ધ્રુવકી તારીરે.
ઐસા૦ ૩
નિજગુણ રમતો રામ ભયો જબ, આતમરામ કહાયોરે,
શ્રી સદ્ગુરુ કહે શોધો ઘટમાં, નિજમાં નિજ પરખાયોરે.
ઐસા૦ ૪
✤
શ્રી જિનેન્દ્ર – સ્તવન
જાગો જોગી અલખ સ્વરૂપી, પૂર્ણાનન્દવિલાસી;
નિજપદમાંહિ વાસ તુમારા, જ્ઞાતાજ્ઞેય પ્રકાશી....
ખેલો આતમરે, અવસર આવ્યો સારો,
જિનજી તું મને પ્યારો. ખેલો૦ ૧
ચિદ્ઘન શુદ્ધ સ્વરૂપે સોહે, મુનિજનનાં મન મોહે;
દિનમણિ ત્રણભુવનમાં તું છે, પોતે પોતાને બોહે....
ખેલો આતમ રે.....૨
અંતર ધન પરખી લે તારું, સારામાં જે સારું;
તન્મયવિશ્વાસી થા તેનો, પ્યારામાં જે પ્યારું;
ખેલો આતમ રે.....૩
ભૂલી દુનિયાના ડહાપણને, વળજે આતમવાટે;
ઊંઘીશ નહિ તું અગમપન્થમાં, માલ છે માથા સાટે...
ખેલો આતમ રે.....૪
સ્તવન મંજરી ][ ૧૬૫