મેરા મારગ ન્યારા સબસેં, પણ શિવમારગ સે નહિ ન્યારા;
વીતરાગકા વચન પ્રમાણે, સમજે તો જગકું પ્યારા.
નેમિ૦ ૩
સચ્ચા કહે જિનવાણી ખુલ્લા, સમજે જ્ઞાની મસ્તાના;
મસ્તાનાકા મારગ મુક્તિ, શું જાણે તે દીવાના.
નેમિ૦ ૪
તીર્થંકરકી વાણી દોરી, પકડ ચઢો મુક્તિમહેલે;
મારગ સચ્ચા, સાહિબ સચ્ચા, વિશ્વાસા તું ધર દીલે.
નેમિ૦ ૫
સત્ય સુનાયા જે હમ પાયા, ગુરુગમતા લેજો જ્ઞાની;
સમકિતી સદ્ગુરુ પ્રતાપે, બાત રહે નહિ કો છાની.
નેમિ૦ ૬
ધન ધન જગમાં એવા સંતો, સંગત તેની બહુ સારી;
સંતજનો સહુ ચઢતે ભાવે, હું જાઉં તસ બલિહારી.
નેમિ૦ ૭
✢
ભાવપૂજાનું સ્તવન
(આશાવરી)
પરમ પ્રભુ ઘટ અંતરમાં ભાવો; ગાવો ધ્યાવો વધાવો...પરમ૦
પિંડે પરમાતમ વસિયા તસૂ, પૂજા શુદ્ધ રચાવો;
સમતાજલથી પ્રક્ષાલો વિભુ, તન્મય ત્યાં થઈ જાવો....પરમ ૧
સ્તવન મંજરી ][ ૧૬૭