ભાવદયાચંદનથી અર્ચો, સદ્ગુણપુષ્પ ચઢાવો;
ક્ષાયિકસમકિત ધૂપ કરો વળી, જ્ઞાનદીપક પ્રગટાવો...પરમ૦ ૨
ક્ષાયિકચરણનો સ્વસ્તિક કરીએ, અનુભવનૈવેદ્ય ધરીએ;
આવિર્ભાવે આત્મિકગુણફળ, ધરતાં મંગળ વરીયે...પરમ૦ ૩
સામગ્રી પૂજનની પામી, પૂજો અંતરયામી;
પૂજક – પૂજ્યપણું પ્રગટાવી, થાવો ચિદ્ઘનસ્વામી.....પરમ૦ ૪
ગુણસ્થાનક ઊંચું પામીને, લ્યો પૂજનનો લ્હાવો;
પરમાતમના પૂજન અર્થે, મળે ન અવસર આવો......પરમ૦ ૫
❀
શ્રી અધ્યાત્મ – સ્તવન
સુગુણ સનેહા સ્વામી મહેલે પધારો,
વિનતડી અવધારો, કૃપાળુ સ્વામી મહેલે પધારો;
શેરીએ શેરીએ સ્વામી ફૂલડાં બિછાવું,
તોરણ નવીન રચાવું. કૃપાળુ૦ ૧
સમતાના સંગે એમ સ્વામીજી આવ્યા,
તત્ત્વ-રમણતામાં ફાવ્યા....કૃપાળુ૦ ૨
ગુણઠાણે ચોથે સ્વામીજી ચડિયા,
ભ્રાંતીના હાથ હેઠે પડિયા..કૃપાળુ૦ ૩
ભેદદ્રષ્ટિ થઈ ભિન્નતા બોધી,
લીધું સત્ય જ ઘટ શોધી.....કૃપાળુ૦ ૪
૧૬૮ ][ શ્રી જિનેન્દ્ર