ક્ષાયિકભાવે નિજ ઘરને તપાસી,
જ્ઞાનથી કીધું પ્રકાશી......કૃપાળુ૦ ૫
ક્ષપકશ્રેણિએ મહેલે ચડંતા,
ક્ષાયિકલબ્ધિ વરંતા.....કૃપાળુ૦ ૬
શક્તિ વ્યક્તિ ઘટ અન્તર જાગી,
સુખ વિલસે મહાભાગી....કૃપાળુ૦ ૭
પુદ્ગલ સંગ નિવારી સ્વઠામે,
તન્મય રૂપ શુદ્ધ પામે.....કૃપાળુ૦ ૮
આતમ-નર નારી-સમતા સંયોગ,
ભોગવે શાશ્વત ભોગ.....કૃપાળુ૦ ૯
મળિયો સમય લેખે એમ જ આવે,
જિનસેવક શિવદાવે.....કૃપાળુ૦ ૧૦
❋
શ્રી શીતલ જિન – સ્તવન
(સ્નેહી સંત એ ગિરિ સેવો — એ દેશી)
શ્રી શીતલજિન સહજાનંદી, થયો મોહની કર્મ નિકંદી;
પરજાયી બુદ્ધિ નિવારી, પારિણામિક ભાવ સમારી,
મનોહર મિત્ર એ પ્રભુ સેવો, દુનિયામાં દેવ ન એવો.
મનો૦ ૧
સ્તવન મંજરી ][ ૧૬૯