ૐ
શ્રી સીમંધર જિન – સ્તવન
(રાગ – પ્રેમ ધર્મનો જગાવ)
અંતરજામી જિનરાજ
તારો તારો મહારાજ,
આતમરામી શિરતાજ,
તારો તારો મહારાજ.....એ રાહ.
સીમંધર સ્વામી ત્રાતા,
સતી સત્યકી છે માતા;
ભલું દર્શન થયું આજ, તારો.......૧
પ્રભુ અનંત ગુણે બિરાજો;
અપૂર્વ દિવ્ય ધ્વનિએ ગાજો.
તરણ તારણ જહાજ, તારો.......૨
પ્રભુ તુંહિ ચિંતામણિ મળિયો,
દુઃખ દહાડો સ્હેજે ટળિયો;
સર્યાં સેવકનાં સહુ કાજ, તારો.......૩
પ્રભુ બહુ દૂરે તમે વસિયા;
પણ મનડાથી નવિ ખસિયા;
જેમ મયૂરને મેઘરાજ, તારો.......૪
પ્રભુ મંગલ મૂર્તિ તુમારી,
દેખી સુવર્ણપુરી મોઝારી;
હું તો પામ્યો અમૃત રાજ, તારો.......૫
128
સ્તવન મંજરી ][ ૧