ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી;
વે’તો કીધો સુગમ સબળો મોક્ષનો માર્ગ જેણે,
વન્દું છું તે ૠષભજિનને ધર્મધોરી પ્રભુને.
ને હૈયું આ ફરીફરી પ્રભુ ધ્યાન તેનું ધરે છે;
આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
જેની વાણી ભવિક જનના ચિત્તમાં નિત્ય ગાજે;
દેવેન્દ્રોની પ્રણયભરની ભક્તિ જેને જ છાજે,
વંદું તે સંભવજિનતણાં પાદપદ્મો હું આજે.
ઘાતી કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા;