Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 438
PDF/HTML Page 21 of 456

 

background image
સાચે ભાવે ભાવિક જનને આપતા મોક્ષ મેવા,
ચોથા સ્વામી ચરણયુગલે હું ચહું નિત્ય રહેવા.
૫. શ્રી સુમતિ જિનસ્તુતિ
આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર,
દેવો સેવ્યા કુમતિ વશથી મેં બહુયે મુનીન્દ્ર;
તો યે ના’વ્યો ભવભ્રમણથી છૂટકારો લગારે;
શાન્તિદાતા સુમતિજિનજી દેવ છે તું જ મારે.
૬. શ્રી પદ્મપ્રભ જિનસ્તુતિ
સોના કેરી સુરવિરચિતા પદ્મની પંક્તિ સારી,
પદ્મો જેવાં પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી;
દેખી ભવ્યો અતિ ઉલટથી હર્ષનાં આંસુ લાવે,
તે શ્રી પદ્મપ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
૭. શ્રી સુપાર્શ્વનાથ જિનસ્તુતિ
આખી પૃથ્વી સુખમય બની આપના દર્શ કાળે,
ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ વ્હાલે;
પામે મુક્તિ ભવભય થકી જે સ્મરે નિત્યમેવ,
નિત્યે વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્શ્વેષ્ટ દેવ.
૮. શ્રી ચંદ્રપ્રભ જિનસ્તુતિ
જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાંત દ્રવે છે,
તેવી રીતે કઠીણ હૃદયે હર્ષનો ધોધ વ્હે છે;
સ્તવન મંજરી ][ ૩