પ્રીતે ચંદ્રપ્રભજિન મને આપજો સેવ સારી.
ભક્તિ ભાવે સુરગિરિ પરે અષ્ટ પૂજા રચાવે;
નાટ્યારંગે નમન કરીને પૂર્ણ આનંદ પાવે,
સેવા સારી સુવિધિ જિનની કોણને ચિત્ત ના’વે?
શીળી છાયા શીતલજિનની જાણીને હર્ષ આણી;
નિત્યે સેવે મન વચન ને કાયથી પૂર્ણ ભાવે,
કાપી ખંતે દુરિત ગણને પૂર્ણ આનંદ પાવે.
જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા;
વાણી જે મધુરી વદે ભવતરી ગંભીર અર્થે ભરી,
તે શ્રેયાંસ જિણંદનાં ચરણની ચાહું સદા ચાકરી.