Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 5 of 438
PDF/HTML Page 23 of 456

 

background image
૧૨. શ્રી વાસુપૂજ્ય જિનસ્તુતિ
જે ભેદાય ન ચક્રથી, ન અસિથી કે ઇન્દ્રના વજ્રથી,
એવાં ગાઢ કુકર્મ હે જિનપતે, છેદાય છે આપથી;
જે શાન્તિ નવ થાય ચંદન થકી તે શાન્તિ આપો મને,
વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી નિત્યે નમું આપને.
૧૩. શ્રી વિમલ જિનસ્તુતિ
(મન્દાક્રાન્તા છંદ)
જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય,
તેવી રીતે વિમલજિનના ધ્યાનથી નષ્ટ થાય;
પાપો જૂનાં બહુ ભવ તણાં, અજ્ઞતાથી કરેલાં,
તે માટે હે જિન તુજ પદે પંડિતો છે નમેલા.
૧૪. શ્રી અનંત જિનસ્તુતિ
જેઓ મુક્તિનગર વસતા કાળ સાદિ અનંત,
ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ
સંત;
જેની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત,
નિત્યે મારા હૃદયકમલે આવજો શ્રી અનંત.
૧૫. શ્રી ધર્મ જિનસ્તુતિ
સંસારાંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેન્દ્ર,
તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર;
સ્તવન મંજરી ][ ૫