નિત્યે ધર્મપ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું.
શાંતિ કીધી પણ પ્રભુ તમે સર્વ આ લોકમાંહી;
ષટ્ ખંડો ને નવ નિધિ તથા ચૌદ રત્નો તજીને,
પામ્યા છો જે પરમ પદને આપજો તે અમોને.
જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે;
જેની સેવા પ્રણયભરથી સર્વ દેવો કરે છે,
તે શ્રી કુંથુજિનચરણમાં ચિત્ત મારું ઠરે છે.
ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છેદે;
જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા,
એવી સારી અરજિન મને આપજો આપ સેવા.
સર્વજ્ઞ છો ! સર્વદર્શી પ્રભુ ! ત્રૈલોક્યના નાથ ગાજે;