નિત્યે મલ્લિ જિનપતિ મને આપજો સેવ સારી.
જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે કર્મો બધાં તે દહ્યાં;
જેની આત્મસ્વભાવમાં રમણતા જે મુક્તિદાતા સદા,
એવા તે મુનિસુવ્રતેશ નમિએ જેથી ટળે આપદા.
કીર્તિચંદ્ર કરોજ્જ્વલા દિશિ દિશિ આ વિશ્વમાં વિસ્તરી;
આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને,
પુણ્યે શ્રી નમિનાથ આપ ચરણે પામ્યો ખરા ધર્મને.
કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી શું સ્વર્ણના શૈલને?
શું સ્વાર્થે જિનદેવ એ પશુ તણા પોકારને સાંભળે?
શ્રીમન્નેમિજિનેંદ્ર સેવન થકી શું શું જગે ના મળે?