Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 438
PDF/HTML Page 26 of 456

 

background image
૨૩. શ્રી પાર્શ્વજિનસ્તુતિ
ધૂણિમાં બળતો દયાનિધિ તમે જ્ઞાને કરી સર્પને,
જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં આપી મહા મંત્રને;
કીધો શ્રી ધરણેન્દ્ર ને ભવ થકી તાર્યા ઘણા ભવ્યને,
આપો પાર્શ્વજિનેન્દ્ર નાશરહિતા સેવા તમારી મને.
૨૪. શ્રી વીરજિનસ્તુતિ
શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલનભે ભાનુ સમા છો વિભુ,
મારા ચિત્તચકોરને જિન તમે છો પૂર્ણ ચંદ્ર પ્રભુ;
પામ્યો છું પશુતા તજી સુરપણું હું આપના ધર્મથી,
રક્ષો શ્રી મહાવીરદેવ મુજને પાપી મહા કર્મથી.
જિનેન્દ્રજન્મકલ્યાણક
(ઢાળ)
જિન રયણીજી દશ દિશિ ઉજ્જ્વળતા ધરે,
શુભ લગનેજી જ્યોતિષ ચક્ર તે સંચરે;
જિન જનમ્યાજી જેણે અવસર માતા ધરે,
તેણે અવસરજી ઇંદ્રાસન પણ થરહરે.
(તોટક)
થરહરે આસન ઇંદ્ર ચિંતે, કોણ અવસર એ બન્યો?
જિન જન્મઉત્સવ કાલ જાણી, અતિ હી આનંદ ઉપન્યો;
૮ ][ શ્રી જિનેન્દ્ર