નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જિનવર, જાણી ભક્તે ઉમહ્યો,
વિકસંત વદન પ્રમોદ વધતે, દેવ નાયક ગહગહ્યો. ૧.
(ઢાળ)
તવ સુરપતિજી ઘંટાનાદ કરાવએ,
સુરલોકેજી ઘોષણા એહ દેવરાવએ;
નર ક્ષેત્રેજી જિનવર જન્મ હુવો અછે,
તસુ ભક્તેજી સુરપતિ મંદરગિરિ ગછે.
(તોટક)
ગચ્છતિ મંદર શિખર ઉપર, ભુવન જીવન જિન તણો,
જિન જન્મ-ઉત્સવ કરણ કારણ, આવજો સવિ સુરગણો;
તુમ શુદ્ધ સમકિત થાશે નિર્મલ, દેવાધિદેવ નિહાળતાં,
આપણાં પાતિક સર્વ જાશે, નાથ ચરણ પખાલતાં. ૨
(ઢાળ)
એમ સાંભળીજી, સુરવર કોડી બહુ મલી,
જિન વંદનજી, મંદરગિરિ સામા ચલી;
સોહમપતિજી, જિન-જનની ઘર આવિયા,
જિન-માતાજી, વંદી સ્વામી વધાવિયા.
(તોટક)
વધાવિયા જિન હર્ષ બહુ લે, ધન્ય હું કૃતપુણ્યએ,
ત્રૈલોક્ય નાયક દેવ દીઠો, મુજ સમો કોણ અન્ય એ;
સ્તવન મંજરી ][ ૯