હે જગતજનની પુત્ર તુમચો, મેરુ મંજન વર કરી,
ઉત્સંગ તુમચે વળીય થાપીશ આતમા પુણ્યે ભરી. ૩.
(ઢાળ)
સુરનાયકજી, જિન નિજ કરકમલે ઠવ્યા,
સહસ્ર નયણેજી, અતિશય મહિમાએ નીરખ્યા;
નાટક વિધિજી, તવ બહુ બહુ આગળ વહે,
સુરકોડીજી જિન દર્શને ઉમ્મહે.
(તોટક)
સુર કોડાકોડી નાચતી વળી, નાથ શચિગણ ગાવતી,
અપસરા કોડી હાથ જોડી, હાવ ભાવ દેખાવતી;
જ્યો જ્યો તું જિનરાજ જયગુરુ એમ દે આશીષ એ,
અમ પ્રાણ શરણ આધાર જીવન, એક તું જગદીશ એ. ૪.
(ઢાળ)
સુર ગિરિવરજી, પાંડુક વનમેં ચિહું દિશે,
ગિરિ શિલા પરજી, સિંહાસન સાસય વસે;
તિહાં આણીજી, શક્રે જિન ખોળે ગ્રહ્યા,
સો ઇંદ્રજી તિહાં સુરપતિ આવી રહ્યા.
(તોટક)
આવિયા સુરપતિ સર્વ ભક્તે, કળશ શ્રેણી બનાવએ,
સિદ્ધાર્થ પમુહ તીર્થ ઔષધિ, સર્વ વસ્તુ અણાવએ;
૧૦ ][ શ્રી જિનેન્દ્ર