અચ્યુઅપતિ તિહાં હુકમ કીનો, દેવ કોડાકોડીને,
જિન મંજનારથ નીર લાવો, સર્વ સુર કર જોડીને;
પુત્ર તુમારો ધણી હમારો તરણતારણ જહાજ રે,
માતા જતન કરીને રાખજો તુમ સુત અમ આધાર રે. ૫
❀
શ્રી ભક્તામર સ્તોત્ર
(માનતુંગસ્વામી રચિત શ્રી ૠષભદેવસ્તુતિનો ગુજરાતી અનુવાદ)
(રાગ – વસંતતિલકા)
ભક્તામરો ખચિત તાજ-મણિપ્રભાના,
ઉદ્યોતકર, હર પાપતમો જથાના;
આધારરૂપ ભવ-સાગરના જનોને,
એવા યુગાદિ પ્રભુ પાદયુગે નમીને. ૧
કીધી સ્તુતિ સકલ-શાસ્ત્રજ-તત્ત્વબોધે,
પામેલ બુદ્ધિપટુથી સુરલોકનાથે;
ત્રૈલોક ચિત્તહર ચારુ ઉદાર સ્તોત્રે,
હુંયે ખરે સ્તવીશ આદિ જિનેંદ્રને તે. ૨
બુદ્ધિ વિના જ સુરપૂજિત-પાદપીઠ!
મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ;
લેવા શિશુ વિણ જળે સ્થિત ચંદ્રબિંબ,
ઇચ્છા કરે જ સહસા જન કોણ અન્ય. ૩
સ્તવન મંજરી ][ ૧૧