કે’વા ગુણો ગુણનિધિ! તુજ ચંદ્રકાંત,
છે બુદ્ધિથી સુરગુરુ સમ કો સમર્થ?
જ્યાં ઊછળે મગરમચ્છ મહાન વાતે,
રે કોણ તે તરી શકે જ સમુદ્ર હાથે? ૪
તેવો તથાપિ તુજ ભક્તિ વડે મુનીશ!
શક્તિ રહિત પણ હું સ્તુતિને કરીશ;
પ્રીતે વિચાર બળનો તજી સિંહ સામે,
ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને? ૫
શાસ્ત્રજ્ઞ અજ્ઞ ગણીને હસતાં છતાંયે,
ભક્તિ તમારી જ મને બળથી વદાવે;
જે કોકિલા મધુર ચૈત્ર વિષે ઉચારે,
તે માત્ર આમ્રતરુ – મહોર તણા પ્રભાવે. ૬
બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ,
તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ;
આ લોકવ્યાપ્ત નિશિનું ભમરા સમાન,
અંધારું સૂર્ય-કિરણોથી હણાય જેમ. ૭
માની જ તેમ સ્તુતિ નાથ તમારી આ મેં.
આરંભી અલ્પ મતિથી પ્રભુના પ્રભાવે;
તે ચિત્ત સજ્જન હરે, જ્યમ બિંદુ પામે,
મોતી તણી કમળપત્ર વિષે પ્રભાને. ૮
❀
૧૨ ][ શ્રી જિનેન્દ્ર