દૂર રહો રહિત દોષ સ્તુતિ તમારી;
તારી કથા પણ અહો જન-પાપહારી;
દૂર રહે રવિ તથાપિ તસ પ્રભાએ,
ખીલે સરોવર વિષે કમળો ઘણાંયે. ૯
આશ્ચર્ય ના ભુવનભૂષણ! ભૂતનાથ!
રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર સાથ;
તે તુલ્ય થાય તુજની, ધનીકો શું પોતે,
પૈસે સમાન કરતા નથી આશ્રિતોને? ૧૦
જો દર્શનીય પ્રભુ એક ટસેથી દેખે,
સંતોષથી નહિ બીજે જન નેત્ર પેખે;
પી ચંદ્રકાન્ત પય ક્ષીરસમુદ્ર કેરું,
પીશે પછી જળનિધિ જળ કોણ ખારું? ૧૧
જે શાંતરાગ રુચિનાં પરમાણુ માત્ર,
તે તેટલાં જ ભુવિ આપ થયેલ ગાત્ર;
એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ,
તારા સમાન નહિ અન્ય તણું સ્વરૂપ. ૧૨
ત્રૈલોક સર્વ ઉપમાને જે જીતનારું,
ને નેત્ર દેવ-નર-ઉરગ હારી તારું;
ક્યાં મુખ ક્યાં વળી કલંકિત ચંદ્રબિંબ,
જે દિવસે પીળચટું પડી જાય ખૂબ? ૧૩
❐
સ્તવન મંજરી ][ ૧૩