Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 438
PDF/HTML Page 32 of 456

 

background image
સંપૂર્ણ ચંદ્રતણી કાન્તિ સમાન તારા,
રૂડા ગુણો ભુવન ત્રૈણ ઉલંઘનારા;
ત્રૈલોકનાથ તુજ આશ્રિત એક તેને,
સ્વેચ્છા થકી વિચરતાં કદિ કોણ રોકે? ૧૪
આશ્ચર્ય શું! પ્રભુ તણા મનમાં વિકાર,
દેવાંગના ન કદી લાવી શકી લગાર;
સંહારકાળ પવને ગિરિ સર્વ ડોલે,
મેરુગિરિ શિખર શું કદી તોય ડોલે? ૧૫
ધૂમ્રે રહિત નહિ વાટ, ન તેલવાળો,
ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારો;
ડોલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે,
તું નાથ છો અપર દીપ જગત પ્રકાશે. ૧૬
ઘેરી શકે કદી ન રાહુ, ન અસ્ત થાય,
સાથે પ્રકાશ ત્રણ લોક વિષે કરાય;
તું હે મુનીંદ્ર, નહીં મેઘ વડે છવાય,
લોકે પ્રભાવ રવિથી અદકો ગણાય. ૧૭
મોહાંધકાર દળનાર સદા પ્રકાશી,
રાહુમુખે ગ્રસિત ના, નહિ મેઘરાશી;
શોભે તમારું મુખપદ્મ અપાર રૂપે,
જેવો અપૂર્વ શશિ લોક વિષે પ્રકાશે. ૧૮
૧૪ ][ શ્રી જિનેન્દ્ર