શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિથી,
અંધારું તુજ મુખચંદ્ર હરે પછીથી!
શાલિ સુશોભિત રહી નીપજી ધરામાં,
શી મેઘની ગરજ હોય જ આભલામાં? ૧૯
શોભે પ્રકાશ કરી જ્ઞાન તમો વિષે જે,
તેવું નહીં હરિહરાદિકના વિષે તે;
રત્નો વિષે સ્ફુરિત તેજ મહત્ત્વ ભાસે,
તેવું ન કાચ કટકે ઉજળે જણાશે. ૨૦
માનું રૂડું હરિહરાદિકને દીઠા તે,
દીઠે છતે હૃદય આપ વિષે ઠરે છે;
જોવા થકી જગતમાં પ્રભુનો પ્રકાશ,
જન્માન્તરે ન હરશે મન કોઈ નાથ. ૨૧
સ્ત્રી સેંકડો પ્રસવતી કદી પુત્ર ઝાઝા,
ના અન્ય આપ સમ કો પ્રસવે જનેતા;
તારા અનેક ધરતી જ દિશા બધીય,
તેજે સ્ફુરિત રવિને પ્રસવે જ પૂર્વ. ૨૨.
માને પરંપુરુષ સર્વ મુનિ તમોને,
ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે;
પામી તને સુરીત મૃત્યુ જીતે મુનીંદ્ર,
છે ના બીજો કુશળ મોક્ષ તણો જ પંથ. ૨૩
સ્તવન મંજરી ][ ૧૫