તું આદ્ય અવ્યય અચિંત્ય અસંખ્ય વિભુ,
છે બ્રહ્મ ઈશ્વર અનંત અનંગકેતુ;
યોગીશ્વર વિદિતયોગ અનેક એક,
કે’છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત. ૨૪
છો બુદ્ધિ બોધ થકી હે સુરપૂજ્ય બુદ્ધ,
છો લોકને સુખદ શંકર તેથી શુદ્ધ;
છો મોક્ષમાર્ગવિધિ ધારણથી જ ધાતા,
છો સ્પષ્ટ આપ પુરુષોત્તમ સ્વામી ત્રાતા. ૨૫
❒
ત્રૈલોક દુઃખહર નાથ! તને નમોસ્તુ,
તું ભૂતળે અમલભૂષણને નમોસ્તુ;
ત્રૈલોકના જ પરમેશ્વરને નમોસ્તુ,
હે જિન શોષક ભવાબ્ધિ! તને નમોસ્તુ. ૨૬
આશ્ચર્ય શું ગુણ જ સર્વ કદી મુનીશ,
તારો જ આશ્રય કરી વસતા હંમેશ;
દોષો ધરી વિવિધ આશ્રય ઊપજેલા,
ગર્વાદિકે ન તમને સ્વપને દીઠેલા. ૨૭
ઊંચા અશોકતરુ આશ્રિય, કીર્ણ ઊંચ,
અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ;
તે જેમ મેઘ સમીપે રહી સૂર્યબિંબ,
શોભે પ્રસારી કિરણો હણીને તિમિર. ૨૮
૧૬ ][ શ્રી જિનેન્દ્ર