Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 438
PDF/HTML Page 35 of 456

 

background image
સિંહાસને મણિ તણા કિરણે વિચિત્ર,
શોભે સુવર્ણ સમ આપ શરીર ગૌર;
તે સૂર્યબિંબ ઉદયાચળ શિર ટોચે,
આકાશમાં કિરણ જેમ પ્રસરી શોભે. ૨૯
ધોળાં ઢળે ચમર કુંદ સમાન એવું,
શોભે સુવર્ણ સમ રમ્ય શરીર તારું;
તે ઊગતા શશિસમા જળ ઝર્ણ ધારે,
મેરુ તણા કનકના શિર પેઠ શોભે. ૩૦
ઢાંકે પ્રકાશ રવિનો, શશિતુલ્ય રમ્ય,
મોતી સમૂહ રચનાથી દીપાયમાન;
એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે,
ત્રૈલોકનું અધિપતિપણું તે જણાવે. ૩૧
ગંભીર ઊંચ સ્વરથી પુરી છે દિશાઓ,
ત્રૈલોકને સરસ સંપદ આપનારો;
સદ્ધર્મરાજ જયને કરનાર ખુલ્લો,
વાગે છે દુદુંભિ નભે યશવાદી તારો. ૩૨
મંદાર સુંદર નમેરુજ પારિજાતે,
સંતાનકાદિ ફુલની બહુ વૃષ્ટિ ભારે;
પાણીકણે સુરભિ મંદ સમીર પ્રેરે;
શું દિવ્ય વાણી તુજ સ્વર્ણથકી પડે તે. ૩૩
શોભે વિભો પ્રસરતી તુજ કાંતિ હારે,
ત્રૈલોકના દ્યુતિ સમૂહની કાંતિ ભારે;
સ્તવન મંજરી ][ ૧૭
2