તે ઊગતા રવિસમી બહુ છે છતાંયે,
રાત્રિ જીતે શીતલ ચંદ્ર સમાન તેજે. ૩૪
જે સ્વર્ગ-મોક્ષસમ માર્ગ જ શોધી આપે,
સદ્ધર્મ તત્ત્વકથવે પટુ ત્રણ લોકે;
દિવ્યધ્વનિ તુજ થતો વિશદાર્થ સર્વ,
ભાષા-સ્વભાવ-પરિણામ ગુણોથી યુક્ત. ૩૫
❒
ખીલેલ હેમ-કમળો સમ કાંતિવાળા,
ફેલી રહેલ નખ-તેજ થકી રૂપાળા;
એવા જિનેંદ્ર તુમ પાદ ડગો ભરે છે,
ત્યાં કલ્પના કમળની વિબુધો કરે છે. ૩૬
એવી જિનેંદ્ર થઈ જે વિભૂતિ તમોને,
ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને;
જેવી પ્રભા તિમિરહારી રવિ તણી છે,
તેવી પ્રકાશિત ગ્રહોની કદી બની છે? ૩૭
વ્હેતા મદે મલિન ચંચળ શિર તેવો,
ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એવો;
ઐરાવતે તુલિત ઉદ્ધત હાથી સામે,
આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે. ૩૮
ભેદી ગજેંદ્ર શિર શ્વેત રુધિરવાળા,
મોતી સમૂહ થકી ભૂમિ દીપાવી એવા;
૧૮ ][ શ્રી જિનેન્દ્ર