Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 19 of 438
PDF/HTML Page 37 of 456

 

background image
દોડેલ સિંહ તણી દોટ વિષે પડે જે,
ના તુજ પાદગિરિ આશ્રયથી મરે તે. ૩૯
જે જોરમાં પ્રલયના પવને થયેલો,
ઓઢા ઉડે બહુ જ અગ્નિ દવે ધીકેલો;
સંહારશે જગત સન્મુખ તેમ આવે,
તે તુજ કીર્તનરૂપી જળ શાંત પાડે. ૪૦
જે રક્ત-નેત્ર, પિકકંઠ સમાન કાળો,
ઊંચી ફણે સરપ સન્મુખ આવનારો;
તેને નિઃશંક જન તેહ ઉલંઘી ચાલે,
ત્વં નામ નાગદમની દિલ જેહ ધારે. ૪૧
નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન,
એવું રણે નૃપતિનું બળવાન સૈન્ય;
ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી,
છેદાય શીઘ્ર ત્યમ તે તુજ કીર્તનેથી. ૪૨
બર્છી થકી હણિત હસ્તિ રુધિર વ્હે છે,
યોદ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે;
એવા યુધે અજિત-શત્રુ જીતે જનો તે,
ત્વત્પાદપંકજરૂપી વન શર્ણ લે જે. ૪૩
જ્યાં ઊછળે મગરમચ્છ તરંગ ઝાઝા,
ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા;
એવા જ સાગર વિષે સ્થિત નાવ જે છે,
તે નિર્ભયે તુજ તણા સ્મરણે તરે છે. ૪૪
સ્તવન મંજરી ][ ૧૯