ઘાતિકર્મનો નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન,
આતમસો પરમાતમ જાણી, ધ્યાયું શુક્લધ્યાન. સદા૦ મ૦ ૨
રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વામ્યા ભવ જંજાળ;
પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાળ. સદા૦ મ૦ ૩
જ્ઞાનાદિક ચારે તુજ મળિયાં; ગળિયાં કર્મો આઠ;
કારણ ચાર વિના નહિ કારજ, શ્રી સિદ્ધાંતે પાઠ. સદા૦ મ૦ ૪
સંપ્રતિ શાસન તારું પામી, પુરુષાર્થ કરું આજ;
કરતાં કારણ ચારે પામી, પરમાતમ પદ થાય. સદા૦ મ૦ ૫
આતમ તે પરમાતમ સાચો, નિર્મલ સિદ્ધ સમાન;
અંતર-આતમ ઘટમાં શોધો, ત્રણ્ય ભુવનનો ભાણ. સદા૦ મ૦ ૬
❃
અધ્યાત્મ – ભજન
(વ્હાલા વીરજિનેશ્વર વીનતડી અવધારશો રે – રાગ)
સાચો અર્ન્ત સ્વામી આતમ દિલમાં ધ્યાવજેરે,
અંતર અલખ જગાવી, નિર્ભયપદ ઝટ પાવજેરે. સાચો૦ ૧
સુખનો દરિયો ગુણથી ભરિયો; યોગી આતમધ્યાને વરીયો;
પ્રભુને અન્તર દિલમાં પ્રેમ થકી પધરાવજે રે. સાચો૦ ૨
ભક્તિ કરજે પ્રભુની ભાવે, નિજગુણ કર્તા આપ સ્વભાવે;
પોતાને તું ક્ષાયિકભાવે સમાવજેરે. સાચો૦ ૩
સ્તવન મંજરી ][ ૧૭૩