ઝટપટ જંજાળોને ત્યાગી, સત્યજ્ઞાનથી થા તું રાગી;
વીર વીતરાગી આતમ પ્રભુને તું પાવજે રે. સાચો૦ ૪
✾
અધ્યાત્મ ભજન
(વ્હાલા વીરજિનેશ્વર વિનતડી અવધારજો રે — રાગ)
ચેતન ચતુરાઈથી શિવપુર-મારગ ચાલજે રે;
છોડી વિષય વિકારો, મનડું નિજઘર વાળજે રે.
દુનિયાદારી દૂર વિસારી, ઉપયોગે આતમગુણધારી;
ક્ષાયિક ભાવે તું કર્મ વિદારજે રે. ચેતન૦ ૧
ઘનઘાતી ચઉકર્મ ખપાવે, આત્મિક શુદ્ધસ્વભાવે ભાવે;
પોતાને તું પર પર-પરિણતિથી વારજે રે. ચેતન૦ ૨
સ્થિરતા આપસ્વરૂપે આવે, પરમાનંદ પ્રેમે ત્યાં પાવે;
ચિદાનંદે ધ્યાન ધરીને આતમ તારજે રે. ચેતન૦ ૩
❀
શ્રી જિનવાણી – સ્તવન
તુમ્હે જોજ્યો જોજ્યો રે, વાણીને પ્રકાશે તુમ્હે૦
ઊઠે છે અખંડ ધ્વનિ જોજને સંભળાય;
નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી જાય. તુમ્હે૦ ૧
દ્રવ્યાદિક દેખી કરીને, જાય નિક્ષેપેજુત્ત;
ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદ્ભુત. તુમ્હે૦ ૨
૧૭૪ ][ શ્રી જિનેન્દ્ર