પણ સુધા ને ઇક્ષુવારિ, હારી જાયે સર્વ;
પાખંડી જન સાંભળીને, મૂકી દિયે ગર્વ. તુમ્હે૦ ૩
અનંત રહસ્યે અલંકરી, સીમંધર જિન વાણી;
સંશય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી. તુમ્હે૦ ૪
વાણી જે નર સાંભળે તે, જાણે દ્રવ્ય ને ભાવ;
નિશ્ચય ને વિવહાર જાણે, જાણે નિજ પર ભાવ. તુમ્હે૦ ૫
સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને રમણભાવ;
હેય જ્ઞેય ઉપાદેય જાણે, તત્ત્વાતત્ત્વ વિચાર. તુમ્હે૦ ૬
નરક સ્વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ;
રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ. તુમ્હે૦ ૭
નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ;
ચિદાનંદઘન આતમ તે, થાય જિન ગુણ ભૂપ. તુમ્હે૦ ૮
વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ જેહ;
નિયમા તે પરભાવ તજીને પામે શિવપુર તેહ. તુમ્હે૦ ૯
❑ ❑ ❑
શ્રી સીમંધર જિન – સ્તવન
(રામચંદ્રને બાગ ચંપો મોરી શ્યોરી — રાગ)
સીમંધરદેવ દયાળ, ભવોદધિ પાર કરોજી;
તું પ્રભુ દીનદયાલ, તારક બિરુદ ધરોજી. ૧
તુમ સમ વૈદ્ય ન કોય, જાનો મરમ ખરોરી;
જાવે જસ વિધ રોગ, તૈસોહી ગ્યાન ધરોરી. ૨
સ્તવન મંજરી ][ ૧૭૫