ભ્રંતિ ને ચાર કષાય, રોગ અસાધ્ય કહ્યોરી;
મદન મહા દુઃખ દેન, સબ જગ વ્યાપ રહ્યોરી. ૩
તૂં પ્રભુ પૂરણ વૈદ, ત્રિભુવન જાચ લહ્યોરી;
કિરપા કરો જગનાથ, સબ અવકાશ થયોરી. ૪
વચન પીયૂષ અનુપ, મુજ મનમાંહે ધરોરી;
દીજો પથ્ય પ્રદાન, આતમ દાહ હરોરી. ૫
સમ્યક્ દરસણ ગ્યાન, ક્ષમા મૃદુ સરલ ભલોરી;
તોષ અવેદ અભંગ, તો સહુ રોગ દલ્યોરી. ૬
પથ્યોદન જિનભક્તિ, આતમરામ રમ્યોરી;
તૂઠો સીમંધર જિનેશ, અરિદલ ક્રૂર દમ્યોરી. ૭
❉ ❉ ❉
શ્રી સીમંધર જિન – સ્તવન
(સ્વામી સુજાત સુહાયા – રાગ)
સીમંધરનાથ નિરાગી નિઃકામી નિઃસનેહી શિવગામી રે....
સ્વામી સ્વારથકારી.
રોષે કરીને નવિ રિસાઈ, તું નિઃસનેહી ગુણ ગાઈ રે.....
સ્વામી૦ ૧
બંધ ઉદિત તીર્થ નામ ભોગવતો,
આતમરસ જોગવતો રે; સ્વામી૦
૧૭૬ ][ શ્રી જિનેન્દ્ર