વિનવું હું શિરનામીને હો રાજ,
તું મુજ અંતરજામી હો....મન૦
ઉપકારી ત્રિહું લોકના હો રાજ,
જિમ જગ રવિ શશિ મેહ હો....મન૦ ૧
માહરે તુમ શું પ્રીતડી હો રાજ,
તું તો સદા વીતરાગ હો.....મન૦
ભિન્ન સ્વભાવ તે કિમ મિલે હો રાજ,
ઇમ નહિ પ્રીતિનો લાગ હો.....મન૦ ૨
હું મોહે મુંઝ્યો ઘણું હો રાજ,
તું નિરમોહી ભંદત હો...મન૦
તું સમતા સુખ સાગરુ હો રાજ,
હું પ્રભુ મમતાવંત હો......મન૦ ૩
હું પરભાવે રાચિયો હો રાજ,
તું ચિદાનંદ સ્વરૂપ હો....મન૦
અસ્થિરતા મુજને ઘણી હો રાજ,
તું શીતળ જગભૂપ હો....મન૦ ૪
ઇમ બિહુ ભિન્નપણા થકી હો રાજ,
કિમ એક તાન મિલાય હો.....મન૦
સ્વામી સેવક અંતરે હો રાજ,
કિમ લહું સ્વામી પસાય હો.....મન૦ ૫
૧૭૮ ][ શ્રી જિનેન્દ્ર