પણ ભક્તિ નિર્મળ કરી હો રાજ,
અહનિશિ કરું તુમ સેવ હો. મન૦
આશ્રિત જાણી સંગ્રહો હો રાજ,
પાર ઉતારો દેવ હો....મન૦ ૬
તુમ નાથે હું સનાથ છું હો રાજ,
ધન્ય ગણું અવતાર હો....મન૦
પુરુષોત્તમ પ્રભુના દાસને હો રાજ,
આપો શિવસુખ સાર હો....મન૦ ૭
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
સાહિબા સીમંધરજિનજી નાથ, અનાથ તણો ધણી રે લો,
સાહિબા વસ્તુસ્વભાવ પ્રકાશક, ભાસક દિનમણી રે લો;
સાહિબા ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયો રે લો,
સાહિબા વસ્તુ સરવ પર્યવસ ભાખે જિનપ્રભુ રે લો. ૧
સાહિબા યુગપદભાવી ને ક્રમભાવી પર્યવ કહ્યા રે લો,
સાહિબા જ્ઞાનાદિક યુગપદભાવીપણે સંગ્રહ્યા રે લો;
સાહિબા નવ-જીર્ણાદિક થાય તે ક્રમભાવી સુણો રે લો,
સાહિબા શબ્દ-અરથથી તે પણ દ્વિવિધ પરે મુણો રે લો. ૨
સાહિબા સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લો,
સાહિબા ઇત્યાદિક નિજ બુદ્ધે કરો સંભાળથી રે લો;
સ્તવન મંજરી ][ ૧૭૯