સાહિબા સમકાળે ઇમ ધર્મ અનંતા પામિયે રે લો,
સાહિબા તે સવિ પરગટ ભાવથી તુમ્હ શિર નામિયે રે લો. ૩
સાહિબા ષટ દ્રવ્યના જે ધર્મ અનંતા તે સવે રે લો,
સાહિબા નહિ પરછન્ન સ્વભાવ અભાવ મુજ સંભવે રે લો;
સાહિબા પુષ્ટાલંબન તુંહિ પ્રગટપણે પામિયો રે લો,
સાહિબા હું પણ હવે તુજ રીતે થવાને કામિયો રે લો. ૪
સાહિબા સીમંધરનાથ પરે હસ્તીમલ્લ થઈ ઝૂઝશું રે લો,
સાહિબા જેમ ભવિ જીવને બુઝવ્યા તિમ અમે બૂઝશું રે લો;
સાહિબા તસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખિયે રે લો,
સાહિબા તુમ સેવક કહે તો અમ્હે ચિત્તમાં હરખિયે રે લો. ૫
✾
શ્રી સીમંધર જિન – સ્તવન
(મુજરો મારો લ્યોને રાજ – રાગ)
તું પારંગત તું પરમેસર, વાલા મારા તું પરમારથવેદી;
તું પરમાતમ તું પુરુષોત્તમ, તું અછેદી અવેદી.
તાહરી દ્રષ્ટિ ઉપશમ ધારી રે...જગના સોહનીયા. ૧
યોગી અયોગી ભોગી અભોગી, વાલા મારા
તુંહી જ કામી અકામી;
તુંહી અનાથ નાથ સહુ જગનો,
આતમ-સંપદ-રામી....તાહરી. ૨
૧૮૦ ][ શ્રી જિનેન્દ્ર